વલસાડમાં વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ઈજા, હાઈવે પર ટ્રાફિક જામ

December 05, 2023

વલસાડમાં વહેલી સવારે અકસ્માત થયો છે. જેમાં ધમડાવી નજીક હાઇવે પર અકસ્માત થતા ચકચાર મચી છે. બે કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરને ઇજા થઇ છે. ત્યારે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે.

વલસાડના ધમડાચી હાઇવે પર વેહલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં બંને કન્ટેનરના ડ્રાઈવરને ગંભીર ઇજા થઇ છે. ત્યારે વલસાડ 108 ની ટીમે ઘટના સ્થળે પહોંચી બંને ઇજાગ્રસ્ત કન્ટેનર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ વલસાડમાં બે કારચાલકોએ રેસિંગનો ટ્રેક સમજીને રસ્તા પર આતંક મચાવ્યો હતો. રેસ જીતવાની લ્હાયમાં વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. તેમજ અન્ય વાહનચાલકોને જીવ અદ્ધર ગયો હતો. લોકોએ જોયુ હતુ કે રેસિંગ ટ્રેક પર કાર હંકારતા હોય તેમ 2 કારચાલકો પૂરપાટ ઝડપે કાર ચલાવતા હતા.

જેમાં બાઇકસવાર દંપતિ પહેલી બેફામ કારથી તો બચી જાય છે, પરંતુ પાછળ આવતી બીજી કારની ટક્કર વાગતા જમીન પર પટકાય છે અને લોકોના ટોળા એકત્ર થઇ જતા ત્યાંથી નાસી છૂટે છે. અકસ્માતની ઘટનામાં બાઇકસવાર દંપતિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.