IPL ઓપનિંગ સેરેમની : તિરંગો લહેરાવતા અક્ષય કુમારે કરી હવાઈ એન્ટ્રી, સોનૂ નિગમે ગાયું 'વંદે માતરમ્'

March 22, 2024

દિલ્હી : આઈપીએલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. સીઝનની પહેલી મેચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં છે. આ મેચ પહેલા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું છે. જેમાં ડાન્સ અને ગીતોથી ફિલ્મી સિતારાઓએ મહેફિલ જમાવી દીધી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના ડાન્સ મૂવ્સ  જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે પોતાના ગીતથી માહોલ બનાવી દીધો. પછી એઆર રહેમાન, મોહિત ચૌહાણ જેવા કલાકારનું પરફોર્મન્સ થયું. અક્ષય કુમારે ઓપનિંગ સેરેમનીમાં હવાઈ એન્ટ્રી કરી હતી. દેશભક્તિના ગિત સાથે તેમણે પોતાની ફિલ્મ હાઉસફુલ-3ના ગીત બાલ-બાલા પર પણ ડાન્સ મૂવ્સ કર્યા. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે સ્ટેજ પર ડાન્સ કર્યા બાદ મેદાનમાં બાઈક ચલાવી હતી. આ દરમિયાન 'સુનો ગોર સે દુનિયા વાલો...' જેવા ગીત વાગ્યા. ટાઈગરે પોતાના ગીત 'જય જય શિવશંકર' પર પણ સ્ટેપ્સ કર્યા. ઓપનિંગ સેરેમની દરમિયાન ઈન્ડિયા ગેટ પણ દેખાયો. સોનૂનિગમની પ્રસ્તુતિ પહેલા ઈન્ડિયા ગેટના વિઝ્યુલ જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે 'વંદે માતરમ્' ગીત ગાયું હતું.