ISROએ આપી માહિતી : ચંદ્ર છોડીને પૃથ્વીની કક્ષામાં પરત ફર્યુ પ્રોપલ્શન મોડ્યુલ

December 05, 2023

ભારતે ચંદ્રયાનનું સફળ લોન્ચિંગ કરીને એક ઇતિહાસ રચી દીધો. પ્રજ્ઞાન અને રોવરે સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને કામગીરી પુરી પાડી છે. જો કે બાદમાં પ્રજ્ઞાન અને વિક્રમ બંને ડિએક્ટિવ થઇ ગયા હતા. પરંતુ મિશન ચંદ્રયાન તો સફળ જ રહ્યું છે. ત્યારે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ એક અનોખા પ્રયોગ હેઠળ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ (PM)ને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં મૂક્યું છે.

ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' પર ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને નવા પ્રયોગો કરવાનો હતો. આ અવકાશયાનને LVM3-M4 રોકેટ દ્વારા 14 જુલાઈ 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.