રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું

May 10, 2025

ભારતીય ટીમ આવતા મહિને 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ પહેલા કેપ્ટન રોહિત શર્માના અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા કરી છે. તેમણે આ અંગે BCCIને પણ જાણ કરી દીધી છે. જો કે, બીસીસીઆઈના અધિકારીઓએ તેમને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વિરાટ કોહલીએ પોતાનું મન બનાવી લીધું છે અને બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. પરંતુ બીસીસીઆઈએ તેને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝના કારણે પુનર્વિચાર કરવા અપીલ કરી છે. તેમણે હજુ સુધી અપીલનો જવાબ આપ્યો નથી.' વિરાટ કોહલી પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે (સાતમી મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાતમી મેના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, તે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. ૩૮ વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, રોહિતની જેમ, કોહલીએ પણ 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો ROKO (રોહિત અને કોહલી)ની જોડીને ODIમાં રમતા જોશે. તે બંને હાલમાં IPL ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા. જે ભારત-પાકિસ્તાન તણાવને કારણે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું હતું.