જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, બે આતંકી ઠાર

March 28, 2025

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં થયેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. જ્યારે ત્રણ પોલીસ જવાન શહીદ થયા છે. સેનાએ ઘુસણખોરી કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને ઘેરવા માટે અભિયાન ઝડપી કરી દીધું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન ફાયરિંગ અને વિસ્ફોટ થયા. એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે સન્યાલ જંગલમાં ઘેરાયેલું આતંકવાદી ગ્રુપ હતું કે બોર્ડર પારથી ઘુસેલા નવા આતંકવાદીઓ હતા. 

ઘટના રાજબાગના ઘટી જુઠાના વિસ્તારના જખોલે ગામ નજીક બની, જ્યાં અંદાજિત 5 આતંકવાદી છૂપાયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના SOGના નેતૃત્વમાં સેના, BSF અને CRPFએ સંયુક્ત અભિયાન ચલાવીને બે આતંકવાદીઓને ઠાર માર્યા.