જેલેન્સ્કીએ કહ્યું, 1220 બોંબ, 850 ડ્રોન, 40 મિસાઈલથી યુક્રેન પર હુમલો
February 16, 2025

યુક્રેન : રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવાની વાતો વચ્ચે હજુ પણ બંને દેશો વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે, ‘રશિયાએ એક સપ્તાહમાં અમારા અનેક વિસ્તારો પર બોંબમારો અને મિસાઈલો ઝીંકી છે. જેલેન્સ્કીએ દાવો કર્યો કે, ‘રશિયાએ એક સપ્તાહમાં યુક્રેન પર 40થી વધુ મિસાઈલો અને 850થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે.’
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, રશિયાએ એક અઠવાડિયાની અંદર યુક્રેન પર 1220 બોંબ અને 850થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. તેણે 40થી વધુ મિસાઈલો પણ ઝીંકી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રશિયા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. રશિયાને પોતાની વર્તમાન સ્થિતિ અને સત્તા પર કબજો યથાવત્ રાખવા માટે યુદ્ધની જરૂર છે. તેઓ દર દિવસે યુક્રેન પર બોંબમારો કરી યુદ્ધ ચાલુ રાખવાનો ઈરાદો સાબિત કરી રહ્યા છે. જેલેન્સ્કીએ લખ્યું છે કે, ‘રશિયાએ એક સપ્તાહની અંદર અમારા લોકો પર વિમાનોમાંથી 1200 બોંબ અને 40થી વધુ મિસાઈલો ઝીંકી છે. તેઓએ 850થી ડ્રોનથી પણ હુમલો કર્યો છે. યુક્રેન પોતાની સુરક્ષા કરી રહ્યું છે. અમે અમારા યૌદ્ધાઓની બહાદુરી તેમજ સભ્ય દેશોના સમર્થનના કારણે યુદ્ધમાં ઉભા છીએ. પરંતુ યુક્રેનના લોકોનો જીવ બચાવવા માટે અમે વધુ હથિયારોની જરૂર છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘યુરોપ અને દુનિયાએ અમને આવી સ્થિતિમાંથી બચાવવું પડશે, તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ માટે એક મજબૂત, એક વિદેશ નીતિ અને પુતિન પર દબાણ લાવવાની જરૂર છે. તેઓએ આ યુદ્ધની શરૂઆત કરી છે અને વૈશ્વિક સ્તરે ફેલાવી રહ્યા છે. તેમણે લખ્યું છે કે, ‘જો યુરોપ, અમેરિકા અને અમારા તમામ સાથીદારો એક થશે, તો આપણે આ યુદ્ધને શાંતિપૂર્વક સમાપ્ત કરી શકીએ છીએ.
Related Articles
અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, થીજી ગયેલી નદીમાં તૂટી પડ્યું, એકનું મોત
અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશ, થીજી ગયેલી...
Feb 21, 2025
H-1B વિઝાના નિયમોમાં ર્ફેરફાર, માત્ર ટેક્નિકલ ડિગ્રી નહીં ચાલે
H-1B વિઝાના નિયમોમાં ર્ફેરફાર, માત્ર ટેક...
Feb 19, 2025
અમેરિકન ડ્રીમ સાકાર કરવાના ચક્કરમાં 43 કરોડનો ધૂમાડો, વિલે મોઢે પાછા આવેલા પંજાબીઓ હવે કેસ કરશે
અમેરિકન ડ્રીમ સાકાર કરવાના ચક્કરમાં 43 ક...
Feb 19, 2025
અમેરિકામાં કર્મચારીઓની છટણી અને ડીપોર્ટ કરવા કરોડોનો ધુમાડો
અમેરિકામાં કર્મચારીઓની છટણી અને ડીપોર્ટ...
Feb 17, 2025
ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં
ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્...
Feb 17, 2025
'હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર...', બ્રિટનના વડાપ્રધાનના નિવેદનથી ખળભળાટ, યુદ્ધ ભડકશે?
'હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર...',...
Feb 17, 2025
Trending NEWS

21 February, 2025

21 February, 2025

21 February, 2025

20 February, 2025

20 February, 2025

20 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025