લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત
February 20, 2025
ગુજરાત રાજ્યનું વર્ષ 2024-25 નું બજેટ બુધવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, Ease of Living ના મંત્રને લક્ષ્યમાં રાખીને સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈમાં સરળીકરણ કરી પ્રજાલક્ષી સુધારાઓ આવરી લેતું વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં અમુક સુધારા કરવામાં આવશે.
કનુભાઈ દેસાઈએ આ વિશે વધુ વાત કરતાં કહ્યું કે, વારસામાં મળતી સંપત્તિમાં આવસાન પામેલી દીકરીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ પર, વર્તમાન 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈ મુજબ, વર્તમાન સમયમાં રૂપિયા 1 કરોડ સુધીની મોર્ગેજ લોન પર 0.25% લેખે મહત્તમ 25 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે. જે ઘટાડીને હવે મહત્તમ 5 હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. જેથી હાઉસિંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.
એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઇ છે. જેના સ્થાને રહેણાંક માટે 500 રૂપિયા તથા વાણિજ્ય માટે 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર, ગીરોખત, ગીરોમુકિત લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઇ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.
ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં 6% સુધી ઉચ્ચક(Lumpsum) વ્હીકલ ટેક્સ અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રીબેટ આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય કરેલ છે. વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના ૮% તથા ૧૨%ના દરને બદલે એક જ દર એટલે કે ૬% દર રાખવામાં આવશે. જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.
Related Articles
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026