સુરતના માંડવી નજીક ટ્રક અને પીકવાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના મોત, 5ને ઇજા
February 19, 2025

સુરત : સુરતના માંડવી નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાત્રે શ્રમિકોને લઇને જઇ રહેલી બોલરો પીકવાન જઇ રહી હતી ત્યારે સામેથી આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 શ્રમિકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ડેડબોડીને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઇવરોની તપાસ કરવામાં આવશે.
જો કોઇ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યું હોવાનું સાબિત થશે તો તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવશે.
Related Articles
કચ્છમાં કરુણાંતિકાઃ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચના મોત
કચ્છમાં કરુણાંતિકાઃ બસ અને ટ્રક વચ્ચે અક...
Feb 21, 2025
ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે', બજેટ કરતાં દેવાનો આંકડો મોટો
ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈ...
Feb 21, 2025
જામસાહેબે આશ્રય આપેલા પોલેન્ડના 800 બાળકોનો ઈતિહાસ જાણવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે
જામસાહેબે આશ્રય આપેલા પોલેન્ડના 800 બાળક...
Feb 21, 2025
લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત
લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટ...
Feb 20, 2025
હથકડી પહેરીને નીકળ્યા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ ધારાસભ્યો, અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા પર પ્રદર્શન
હથકડી પહેરીને નીકળ્યા અમિત ચાવડા સહિતના...
Feb 19, 2025
જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો
જૂનાગઢ મનપા સહિત 61 નગરપાલિકામાં ભાજપની...
Feb 18, 2025
Trending NEWS

21 February, 2025

21 February, 2025

21 February, 2025

20 February, 2025

20 February, 2025

20 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025