મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ - શિંદે

February 21, 2025

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. કારણ કે, તેના સંકેત નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના તાજેતરના નિવેદનોમાં જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે અને મુખ્યમંત્રી ફડણવીસ વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે. દરમિયાન, શુક્રવારે એકનાથ શિંદેએ ફરી એકવાર બે દિવસ પહેલા આપેલા તેમના 'ટાંગા પલટના' નિવેદનને દોહરાવ્યું હતું.  'મને હળવાશથી ન લો, આ ઇશારો જેમને સમજણમાં આવે છે, તેઓ સમજી જાય'
નાગપુરમાં પત્રકારોએ શિંદેને તેમના નિવેદન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ તો મેં પહેલા જ કહ્યું છે, જેમણે મને હળવાશથી લીધો છે... હું એક કાર્યકર છું, એક સામાન્ય કાર્યકર છું.' પણ હું બાલા સાહેબ અને દિઘે સાહેબનો કાર્યકર છું. દરેક વ્યક્તિએ મને આ ધ્યાનમાં રાખવું જોઈએ અને એટલે જ્યારે મને હલકામાં લીધો તો 2022માં ખેલ બદલી નાખ્યો. સરકારને બદલી નાખી અને અમે સામાન્ય લોકોની ઇચ્છાઓની સરકાર લાવ્યા. એટલે મને હળવાશથી ન લો, આ ઇશારો જેમને સમજણમાં આવે છે, તેઓ સમજી જાય.' તેમણે આગળ કહ્યું, ' વિધાનસભામાં મારા પહેલા ભાષણમાં મેં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસજીને 200થી વધુ બેઠકો મળશે અને અમને 232 બેઠકો મળી.' એટલે મને હળવાશથી ન લો, જે લોકો મારા આ ઇશારાને સમજવા માંગે છે કે, તેઓ તેને સમજી લે અને હું મારું કામ ચાલુ રાખીશ.'