કચ્છમાં કરુણાંતિકાઃ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચના મોત
February 21, 2025
કચ્છ : ગુજરાતના ભુજમાંથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંતી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સિવાય 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, બપોરના સમયે આ અકસ્માત થયો હતો. એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવા જતાં મિની બસ સાથે ટકરાયું હતું. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ મિની બસ ભુજથી મુંદ્રા તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ઉતાવળે 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026