કોલકાતામાં પરિવારની ત્રણ મહિલાની હત્યા કર્યા બાદ પુરુષનો આત્મહત્યાનો પ્રયાસ
February 21, 2025

કોલકાતા : કોલકાતામાં એક જ પરિવારની ત્રણ મહિલાઓની હત્યા કર્યા બાદ ઘરનાં જ સભ્યએ ભાઈ-પુત્ર સાથે જાણીજોઈને કારનો અકસ્માત કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે ઘરની અંદર એ કિશોરી સહિત બે મહિલાઓ લાશ મળી હતી અને તે જ દિવસે પુરુષોની કારનો પણ અકસ્માત થયો હતો, જેમાં ત્રણેયને ગંભીર ઈજા થઈ છે.
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પૂર્વ કોલકાતાના તંગરા વિસ્તારમાંથી એક ત્રણ માળના ઘરમાં પહોંચી હતી, જ્યાં તેમણે ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક પોસ્ટમોર્ટમ તપાસમાં તેમની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ઘરના 44 વર્ષના સભ્ય પ્રણય ડેએ દાવો કર્યો છે કે, તેમની પત્ની સુદેશના ડે (ઉ.વ.39), ભાભી રોમી ડે (ઉ.વ.44) અને 14 વર્ષની પુત્રીએ ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.
પ્રણયે એવું પણ કહ્યું કે, ‘તે, તેનો ભાઈ પ્રસૂન (ઉ.વ.42) અને પુત્ર (ઉ.વ.15) સાથે કાર લઈને નીકળ્યો હતો અને તેણે આત્મહત્યા કરવા માટે જાણીજોઈને કાર મેટ્રોના થાંભલા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ત્રણેયને ઈજા થઈ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એવી વિગતો પણ સામે આવી છે કે, પરિવાર ચામડાના ગ્લોવ્સ બનાવતી કંપની ચલાવે છે. એક સમય એવો હતો કે, કંપનીમાં લગભગ 200 કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો હતો અને કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પોલીસે કહ્યું કે, આ મામલે તેમના એકાઉન્ટન્ટની પણ પૂછપરછ કરાઈ છે. નાનો ભાઈ પ્રસુન માનસિક રીતે અસ્વસ્થ છે અને તેઓ તેની પણ પૂછપરછ કરશે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘પરિવારની ત્રણેય મહિલાઓએ ભોજન લીધા બાદ ત્રણથી છ કલાકની અંતર મોત થયું હોવાની સંભાવના છે. એવી માહિતી મળી છે કે, પરિવારે બેંકો અને અન્ય લોકો પાસેથી નાણાં લીધા હતા. તેમનું ઘર અને કાર ગીરવે હતું.
રિપોર્ટને ટાંકીને કેસની દેખરેખ રાખી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રોમી ડેના બંને હાથો અને ગળામાં ઈજા હતી, જ્યારે પુત્રીની છાતી, પગ અને હોથો પર અનેક ઈજા થઈ હતી. પુત્રીના માથામાં ઈજાના નિશાન હતા, તેના હાથ-પગમાં સાયનોસિસ અને પેટમાં બ્લીડિંગ હતું. સુદેશના ડેના બંને હાથ પર ઈજા હતી અને ગળામાં પર સામાન્ય ઈજા હતી. ઈજાની તમામ ઘટના પરથી સામે આવ્યું છે કે, પુત્રીનું મોત ઝેરના કારણે થયું છે. જ્યારે બંને મહિલાને બેહોશ કરીને ઈજા પહોંચાડવામાં આવી હોવાની મોત થયું હોવાની સંભાવના છે.
Related Articles
મિત્ર મોદી અને ભારતને 21 મિલિયન ડોલર અપાતાં હતા, મારે પણ જોઈતા હતા : ફરી વખત ટ્રમ્પના નિવેદનથી હોબાળો
મિત્ર મોદી અને ભારતને 21 મિલિયન ડોલર અપા...
Feb 22, 2025
વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત - US ફંડિંગના દાવા પર ભારત સરકારનું નિવેદન
વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત - US ફં...
Feb 21, 2025
મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ - શિંદે
મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ -...
Feb 21, 2025
બિહારમાં પરીક્ષામાં નકલ મુદ્દે વિવાદ બાદ ફાયરિંગ, એક વિદ્યાર્થીની હત્યા
બિહારમાં પરીક્ષામાં નકલ મુદ્દે વિવાદ બાદ...
Feb 21, 2025
દિલ્હી પરિવર્તનનું શહેર, જે આજે સત્તામાં છે તે પાછા ફરશે : રાઉત
દિલ્હી પરિવર્તનનું શહેર, જે આજે સત્તામાં...
Feb 21, 2025
સંભલ હિંસામાં દુબઈ કનેક્શન 'સરવે માટે આવે તેને મારો
સંભલ હિંસામાં દુબઈ કનેક્શન 'સરવે માટે આવ...
Feb 21, 2025
Trending NEWS

21 February, 2025

21 February, 2025

21 February, 2025

20 February, 2025

20 February, 2025

20 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025