દિલ્હી પરિવર્તનનું શહેર, જે આજે સત્તામાં છે તે પાછા ફરશે : રાઉત
February 21, 2025

દિલ્હી- ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના આકરો કટાક્ષ કર્યો છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'દિલ્હીમાં તો બહારના લોકો આવે છે, રાજ કરે છે અને ચાલ્યા જાય છે. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. આ પરિવર્તનનું શહેર છે. બહારના લોકો અહીં આવે છે, શાસન કરે છે અને પરત ફરી જાય છે. જે લોકો આ દિલ્હીની સત્તા પર છે, તેમણે પણ પાછા ફરવું પડશે. કેટલાક લોકો રાજસ્થાન પરત ફરી ગયા છે અને કેટલાક લોકો મહારાષ્ટ્ર પરત ફર્યા છે. હવે આજે જે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે.'
સંજય રાઉતે આ દરમિયાન શરદ પવારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, 'તેઓ એવા નેતા છે જેમને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માગે છે. નિલેશ કુમાર કુલકર્ણી દ્વારા લખાયેલ પુસ્તક 'સંસદ તે સેંટ્રા વિસ્ટા' (સંસદ સે સેંટ્રા વિસ્ટા તક)ના વિમોચન દરમિયાન રાઉતે કહ્યું કે, શરદ પવાર અમારા વિરોધી નથી. તેઓ ક્યારેય અમારા દુશ્મન નથી રહ્યા. તેઓ અમારા માર્ગદર્શક અને અમારા નેતા છે. તેઓ અમારા મહાદજી શિંદે છે.' રાઉતે આગળ કહ્યું કે, 'મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીમાં 'કિંગમેકર' હતા અને તેમણે બે વખત વિજય પ્રાપ્ત કર્યા બાદ અહીં શાસકોને નિયુક્ત કર્યા. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. વિશ્વાસઘાત અને ષડયંત્ર દિલ્હીમાં જીવનનો અભિન્ન અંગ છે.'
સંજય રાઉત દ્વારા શરદ પવારના વખાણ કરવા એ રસપ્રદ છે. એનું કારણ એ છે કે, થોડા દિવસ પહેલા જ શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કર્યું હતું. તેના પર ઉદ્ધવ સેવના ભડકી ગઈ હતી. આ દરમિયાન સંજય રાઉતે ખુદ એવું કહ્યું હતું કે, બધાને ખબર જ છે કે આવા પુરસ્કારો કેવી રીતે ખરીદીને વેચવામાં આવે છે.
Related Articles
મિત્ર મોદી અને ભારતને 21 મિલિયન ડોલર અપાતાં હતા, મારે પણ જોઈતા હતા : ફરી વખત ટ્રમ્પના નિવેદનથી હોબાળો
મિત્ર મોદી અને ભારતને 21 મિલિયન ડોલર અપા...
Feb 22, 2025
કોલકાતામાં પરિવારની ત્રણ મહિલાની હત્યા કર્યા બાદ પુરુષનો આત્મહત્યાનો પ્રયાસ
કોલકાતામાં પરિવારની ત્રણ મહિલાની હત્યા ક...
Feb 21, 2025
વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત - US ફંડિંગના દાવા પર ભારત સરકારનું નિવેદન
વિદેશી હસ્તક્ષેપ અંગે અમે ચિંતિત - US ફં...
Feb 21, 2025
મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ - શિંદે
મને હલકામાં ન લેતા, ઇશારામાં સમજી જાઓ -...
Feb 21, 2025
બિહારમાં પરીક્ષામાં નકલ મુદ્દે વિવાદ બાદ ફાયરિંગ, એક વિદ્યાર્થીની હત્યા
બિહારમાં પરીક્ષામાં નકલ મુદ્દે વિવાદ બાદ...
Feb 21, 2025
સંભલ હિંસામાં દુબઈ કનેક્શન 'સરવે માટે આવે તેને મારો
સંભલ હિંસામાં દુબઈ કનેક્શન 'સરવે માટે આવ...
Feb 21, 2025
Trending NEWS

21 February, 2025

21 February, 2025

21 February, 2025

20 February, 2025

20 February, 2025

20 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025

19 February, 2025