સમાજની કુપ્રથા અને કુરિવાજો બંધ કરવા લેઉવા પાટીદાર મહિલાઓ લેશે સંકલ્પ

May 22, 2023

સમાજની મહિલાઓ નવા સમયની સાથે નવી પ્રથાઓનો પણ અમલ કરી રહી છે. જ્યારે અન્ય સમાજોની સાથે સાથે હવે પાટીદાર સમાજની મહિલાઓએ પણ કુરિવાજો સામે મોરચો માંડ્યો છે. લેઉવા પાટીદાર સમાજની બહેનો કુરિવાજોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે આગામી 28મીએ પાટણમાં પ્રથાઓને બંધ કરવાનો સંકલ્પ પણ લેશે.

હાલમાં કુરવિજો બંધ કરવા મામલે આગામી 28મી મેએ લેઉવા પાટીદાર સમાજની બહેનો આ તમામ પ્રથાઓનો બહિષ્કાર કરશે. જેમાં પ્રિવેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન. બેબી શાવર, રિંગ સેરેમેની જેવા ખોટા ખર્ચા બંધ કરવામાં આવશે. શુભ-અશુભ પ્રસંગોમાં કવરની પ્રથા પણ બંધ કરાશે. ઉતર ગુજરાતની ત્રણ હજાર બહેનો 28મીએ પાટણ ખાતે આ અંગે સંકલ્પ લેશે.

વર્ષ 1958માં ઘડાયેલ બેતાલીસ લેઉવા પાટીદારના બંધારણ બાદ સૌ-પ્રથમવાર બહેનો આ બંધારણનો ત્યાર કરશે. પૂર્વજોએ જે પરંપરાગત રિવાજો શરૂ કર્યા છે તેમા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. જોકે, નવા સમયમાં કુરિવાજો પ્રથા બંધ કરવામાં આવશે. ખોટા કુરિવાજો બંધ કરવા લેઉવા પાટીદાર સમાજના ગામોમાં મહિલાઓ મિટિંગ બોલાવીને આ અંગે નિર્ણય લીધો હતો. આવનાર સમયમાં આ ખોટા કુરિવાજો બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મક્કમ બની છે.