કિરણ પટેલ પોલીસ સામે નામ જાહેર કરશે તેવા ડરથી અનેક લોકો દોડતા થઈ ગયા
March 25, 2023

અધિકારીઓને મનગમતી જગ્યાએ બદલી કરાવી આપવા કિરણ પૈસા લઈને મદદ કરતો હતો
અમદાવાદ- જમ્મુ કશ્મીરમાં જઈને પોતે પ્રધાનમંત્રી કાર્યાલયનો સિનિયર અધિકારી હોવાનો રોફ જમાવતો મહાઠગ કિરણ પટેલ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મહાઠગની સાથે કાશ્મીરનો પ્રવાસ કરનાર અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના બાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કિરણ પટેલ સાથે સંકળાયેલા લોકો પોતાનું નામ જાહેર થઈ જાય નહીં અથવા કિરણ પોતાનું નામ આપી દે નહીં તેના માટે દોડધામ કરી રહ્યા છે. બીજી તરફ કિરણની પત્ની માલીની વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતા તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. માલીની ક્રાઈમ બ્રાન્ચને મળતી નથી પરંતુ જમ્મુ કશ્મીરના કિરણના વકીલ સાથે સીધા સંપર્કમાં હોવાનું જાણી શકાયું છે. કિરણે સિનિયર ઓફિસરોને ચૂનો લગાવવા ઉપરાંત નાના અધિકારીઓને પણ મનગમતી જગ્યાએ બદલી કરાવવા માટે ખાતરી આપીને પૈસા પડાવ્યા હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
મણીનગરના કોઈ ખૂણે ઉભો રહીને કિરણ ગમે તે વ્યક્તિને ગાંધીનગર સચિવાલય કે દિલ્હી સંસદ ભવનનું કોઈ પણ કામ ચપટીમાં કરાવી આપવાની ખાતરી આપતો હતો. આઇપીએસ અધિકારીઓને ક્રીમ પોસ્ટિંગ અપાવવાના નામે કરોડો રૂપિયા પડાવી લેતો હતો. જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમને સંલગ્ન સરકારી કામગીરી કે ટેન્ડર અપાવવા માટે પણ કિરણ લાખો રૂપિયા પડાવી લેતો હતો. કિરણ પટેલ ઉર્ફે બંસીના આ કારનામાથી આખું શહેર અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ માહિતગાર હતા. જોકે બધું સીધું સરળ રીતે ચાલતું હતું ત્યાં સુધી કોઈએ કિરણની સામે વાંધો ઉઠાવ્યો નહીં કે તેની તપાસ પણ શરૂ કરી નહીં.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023