જાપાનમાં 50થી વધુ વાહનો વચ્ચે ટક્કર, અનેક ગાડીઓ અગનગોળો બની, 1નુ મોત, 26 ઈજાગ્રસ્ત
December 27, 2025
ગુનમા : જાપાનમાં નવા વર્ષની રજાઓ માણવા નીકળેલા લોકો માટે શુક્રવારની રાત કાળમુખી સાબિત થઈ હતી. ગુનમા પ્રાંતના મિનાકામી શહેર પાસે એક એક્સપ્રેસ-વે પર બરફના કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે જોતજોતામાં વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બે ભારે ટ્રકો વચ્ચે ટક્કરથી થઈ હતી. રસ્તા પર બરફની ચાદર હોવાને કારણે સપાટી અત્યંત લપસણી હતી. અકસ્માતને કારણે આગળ જામ થઈ ગયો હતો, પરંતુ પાછળથી પૂરઝડપે આવી રહેલા વાહનો બરફ પર સમયસર બ્રેક મારી શક્યા નહીં. પરિણામે એક પછી એક એમ કુલ 50થી વધુ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા.
અકસ્માત બાદ સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે વાહનોમાં આગ લાગી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે એક ડઝનથી વધુ ગાડીઓને પોતાની લપેટમાં લઈ લીધી. ફાયર બ્રિગેડને આ આગ પર કાબૂ મેળવતા આશરે 7 કલાકનો સમય લાગ્યો હતો. અનેક વાહનો બળીને રાખ થઈ ગયા છે.
આ દુર્ઘટનામાં ટોક્યોની એક 77 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત 26 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
26 January, 2026