મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

January 31, 2023

સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીએ બપોરે મુરલી વિજયે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી અને ચાહકોનો આભાર માન્યો હતો. મુરલી વિજયે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના 3982 રન છે. જેમાં તેણે 12 સદી અને 15 અડધી સદી સાથે 38.28ની એવરેજથી રન બનાવ્યા હતા.

મુરલી વિજયે ભારત માટે 17 ODI અને 9 T20 મેચ પણ રમી છે. ODI ફોર્મેટમાં રમવાની વધુ તક નથી મળી. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટની 61 મેચ રમી હતી. મુરલી વિજયે ચેતેશ્વર પુજારા સાથે મળીને ભારત તરફથી રમતા ટેસ્ટમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી હતી.