નીતિશ-નાયડુની જોડીએ મોદી સરકારનું નાક દબાવ્યું, 48 હજાર કરોડ સાથેનું માગણીઓનું લિસ્ટ થમાવ્યું
July 10, 2024

ચંદ્રાબાબુ ગયા અઠવાડિયે વડાપ્રધાન અને નાણામંત્રીને મળ્યા ત્યારે આંધ્ર પ્રદેશ માટે બજેટમાં શું શું હોવું જોઈએ તેનું લિસ્ટ આપ્યું હતું. ચંદ્રાબાબુએ આંધ્રની નવી રાજધાની અમરાવતીના વિકાસ તથા પોલાવરમ સિચાઈ પ્રોજેક્ટ માટે જંગી રકમની માગણી કરી છે. આ સિવાય રાજ્યના પછાત મનાતા રામાયપટનમ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પોર્ટ તથા કડપ્પા જિલ્લામાં કેન્દ્ર સરકારના આયર્ન પ્રોજેક્ટની માગણી કરી છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા તથા અમરાવતીમાં મેટ્રો રેલ્વેને મંજૂરી આપીને કેન્દ્ર તેનો ખર્ચ ઉઠાવે એવી માગણી પણ ચંદ્રાબાબુએ કરી છે. નીતિશ કુમારે બિહારમાં નવ નવાં એરપોર્ટ, બે ઈલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ, બે રીવર વોટર પ્રોજેક્ટ અને 7 મેડિકલ કોલેજને મંજૂરી આપીને તેના માટે કેન્દ્ર દ્વારા ભંડોળ ફાળવવામાં આવે એવી માગણી મૂકાઈ છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ દરમિયાન સરકારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્યોને વિશેષ સહાય યોજના હેઠળ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આમાંથી અડધી રકમ કેટલાક આર્થિક સુધારા લાગુ કરવાની શરતે ફાળવવામાં આવી હતી. કેન્દ્રમાં નવી એનડીએ સરકાર 23મી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે જે 12મી ઓગસ્ટ સુધી ચાલશે.
Related Articles
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો...
Mar 19, 2025
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટથી ભરી દીધું, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ...
Mar 19, 2025
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની...
Mar 19, 2025
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે...
Mar 18, 2025
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદ
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા...
Mar 18, 2025
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માંગશો: તેલંગાણાના મુખ્યમંત્રીની સરકારી કર્મીઓને અપીલ
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માં...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025