ભારતમાં બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ
October 05, 2025
- સત્તાનો ઉપયોગ ભેદભાવ માટે નહીં પણ નિષ્પક્ષ સ્વરૂપે થવો જોઇએ, કાયદાનું શાસન માત્ર નિયમો નહીં માર્ગદર્શક પણ છે
નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારત બુલડોઝરથી નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશ ગવઇએ બુલડોઝર જસ્ટિસની ટિકા કરનારા પોતાના જ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જે દરમિયાન આ નિવેદન આપ્યું હતું. કેટલાક રાજ્યોમાં આરોપીઓ કે દોષિતોને સજાના ભાગરૂપે તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે. જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. આ ચુકાદાનો ઉલ્લેખ કરીને ગવઇએ કહ્યું હતું કે ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલશે.
મોરિશિયસમાં વિશ્વનીસૌથી મોટી લોકશાહીમાં કાયદાના શાસન પર લેક્ચર આપતા સીજેઆઇ ગવઇએ વધુમાં કહ્યું હતું કે કાયદાનું શાસન માત્ર નિયમોનો સમૂહ નથી, આ એક નૈતિક અને મોરલ ફ્રેમવર્કની ડિઝાઇન છે. જેને સમાનતા બનાવી રાખવા, માનવીય ગૌરવનું રક્ષણ કરવા અને એક વિવિધ તેમજ જટિલ સમાજનું માર્ગદર્શન કરવા માટે તૈયાર કરાઇ છે. બુલડોઝર જસ્ટિસના ચુકાદામાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ભારતીય ન્યાય વ્યવસ્થા કાયદાના શાસનથી ચાલે છે, બુલડોઝરના શાસનથી નહીં. સત્તાનો ઉપયોગ નિષ્પક્ષ રૂપે થવો જોઇએ કોઇ સાથે બદલાની ભાવનાના સ્વરૂપમાં નહીં. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે જો કોઇ બાબતને કાયદાકીય માન્યતા મળી ગઇ હોય તો તેનો મતલબ એ નથી થતો કે તે ખરેખર ન્યાયસંગત છે. ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જેમ કે અમેરિકા સહિતના અનેક દેશોમાં ગુલામી કાયદેસર માનવામાં આવતી હતી, ભારતના પણ ૧૮૭૧ના આપરાધિક જનજાતિ અધિનિયમ જેવા કાયદાએ પુરા સમુદાયને જન્મથી અપરાધી જાહેર કરી દીધો. વિશ્વભરમાં અલગ અલગ ક્ષેત્રોના કાયદાઓએ મૂળ નિવાસીઓ અને હાશિયા પર ધકેલાયેલા સમુહને દંડ આપ્યો. જેને પગલે વ્યવસ્થાગત અન્યાયને બળ મળ્યું હતું.
જ્યારે કોઇ વિરોધ કરે ત્યારે તેમનો અવાજ દબાવવા માટે દેશદ્રોહ જેવા કાયદાઓનો ઉપયોગ કરાતો હતો. ભારતના બંધારણના આર્ટિકલ ૩૨માં જણાવાયું છે કે કાયદાએ ન્યાય આપવો પડશે, નબળા લોકોનુ રક્ષણ કરવું પડશે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026