રિષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCIની અપડેટ
July 28, 2025

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે. ઓવલ ટેસ્ટ પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો વાગ્યો છે.
વિકેટકીપર-બેટર ઋષભ પંત ટૂર્નામેન્ટની અંતિમ મેચ રમી શકશે નહીં. જેની ખાતરી બીસીસીઆઈએ કરી છે. ઋષભ પંતના સ્થાને તમિલનાડુના વિકેટકીપર-બેટર નારાયણ જગદીશનની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ઋષભ પંતને માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થયુ હતું. જેના કારણે તે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સારવાર પર નજર રાખી રહી છે,
ટીમ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહી છે. મેન્સ સિલેક્શન પેનલે ઋષભ પંતના સ્થાને નારાયણ જગદીશનને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ઋષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે પંત ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેમાં તે ચૂકી જતાં બોલ તેના જમણા પગમાં વાગ્યો હતો. આ કારણે પંતને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. જોકે, પંત બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો હતો અને 54 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
એન. જગદીશનને ઘરેલુ ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પર્ફોર્મન્સના કારણે પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જગદીશનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઘણો અનુભવ છે. તેના સમાવેશ સાથે, ભારતને બીજો કુશળ વિકેટકીપર મળ્યો છે. ધ્રુવ જુરેલ પહેલાથી જ ટીમમાં છે. કેએલ રાહુલ પણ એક વિકલ્પ છે, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો નથી.
Related Articles
WWE સ્ટાર હલ્ક હોગનનું મોત ખોટી સર્જરીના કારણે થયું? પત્નીએ કર્યો ચોંકાવનારો દાવો
WWE સ્ટાર હલ્ક હોગનનું મોત ખોટી સર્જરીના...
Aug 29, 2025
ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ
ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં,...
Aug 27, 2025
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું એલાન કર્યું
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાં...
Aug 27, 2025
IPL 2026 : વિરાટ કોહલીનો ખાસ મિત્ર RCBનો કોચ બનવા તૈયાર, કહ્યું મારું દિલ આ ટીમ માટે જ ધડકે છે
IPL 2026 : વિરાટ કોહલીનો ખાસ મિત્ર RCBનો...
Aug 26, 2025
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પ...
Aug 25, 2025
સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત, દાદાને અચાનક મળી આ ટીમની જવાબદારી
સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાત,...
Aug 25, 2025
Trending NEWS

28 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025

27 August, 2025