પાકિસ્તાની ઓપનર રિઝવાનની તોફાની સદી, છેલ્લા 18 બોલમાં કરી એવી કમાલ કે ક્રિકેટ વિશ્વ પણ ચોંક્યું

February 23, 2023

પાકિસ્તાન સુપર લીગના 11મી મેચમાં મુલતાન સુલતાન્સની ટીમે રસાકસીવાળી મેચમાં કરાચી કિંગ્સને 3 રનથી હરાવી મેચ જીતી લીધી હતી. આ મેચમાં મુલ્તાન સુલ્તાન્સના કેપ્ટન મોહમ્મદ રિઝવાને તોફાની ઈનિંગ રમતા 64 બોલમાં 10 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી ધમાકેદાર 110 ફટકારી અણનમ રહ્યો હતો. રીઝવાને 60 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. આ રિઝવાનની પીએસએલમાં પહેલી સદી છે.

રિઝવાને તેની ધમાકેદાર ઈનિંગમાં એક ખાસ કમાલ કરી બતાવ્યો હતો. તેણે 50થી 100ના સ્કોર સુધી પહોંચવા માટે માત્ર 18 બોલનો સામનો કર્યો હતો. આ પીએસએલના ઈતિહાસમાં કોઈપણ પાકિસ્તાની બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી 50 થી 100 રન બનાવવાનો રેકોર્ડ છે. રિઝવાનની આ T20માં બીજી સદી છે. આ પહેલા T20 ઇન્ટરનેશનલમાં પણ રિઝવાને એક સદી ફટકારી હતી. રિઝવાન હાલમાં આ સિઝનમાં 109.66ની એવરેજ અને 144ના સ્ટ્રાઈક રેટથી 329 રન સાથે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.