સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજથી પટકાયા, યુવકનું ગળું કપાયું
January 15, 2026
ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. 14મી જાન્યુઆરીના રોજ સુરતમાં પતંગની દોરી કારણે અલગ-અલગ દુર્ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં એક પરિવાર બ્રિજ પરથી નીચે પટકાતા પિતા-પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે યુવકને ગળામાં દોરી ફસાતા યુવકનું મોત નીપજ્યું હતું.
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા બ્રિજ પર સાંજના સમયે હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની પુત્રી આયેશા સાથે સુભાષ ગાર્ડન ફરીને પરત ફરી રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને સંતુલન ગુમાવ્યું હતું. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે ખાબક્યા હતા. આ ભયાનક પછડાટમાં રેહાન અને માસૂમ આયેશાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની રેહાના નીચે ઉભેલી રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરતના વેસુ વિસ્તારમાં પણ દોરી કાળ બની હતી. 23 વર્ષીય એક યુવક પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. ગંભીર ઈજા અને વધુ પડતા લોહી વહેવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છેકે, આ ઘટનાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પતંગની દોરી કેટલી જીવલેણ બની શકે છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ગળાની સુરક્ષા રાખવી જરૂરી છે.
Related Articles
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33...
May 04, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026