પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન સામે ફરિયાદ કરશે

December 06, 2025

મુંબઇ : આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચારવિર્મશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે. જયા બચ્ચને પાપારાઝીઓના પોશાક પર અપમાનજનક ટીપ્પણી કરી છે.ફોટોગ્રાફરોનું કહેવું છે કે, અમે હંમેશાથી તેમને જયા બચ્ચનજી કહીને જ સંબોધ્યા છે. અમે ઇમાનદારીથી અમારું કામ  કરી રહ્યા છીએ. હવે સમય આવી ગયો છે કે, જયાજીની ટીપ્પણીઓનો જવાબ સખતાઇથી આપવામાં આવે. અમને જ્યારે પણ કોઇ તસવીર લેવા ના પાડે છે તો અમે લેતા નથી હોતા.