પરિણિતી ચોપરાએ પોતાની યુ ટયૂબ ચેનલ ચાલુ કરી

November 09, 2024

મુંબઇ : પરિણીતિ ચોપરાએ પોતાની યૂ ટયૂબ ચેનલ શરૂ કરી છે. તેણે પોતાનો પ્રથમ વીડિયોે શેર કરતાં લખ્યુ છે કે, આમ તા પોતે  પ્રાઇવેટ પર્સન છે પરંતુ છતાં પોતાની જિંદગીની દરેક પળો શેર કરવા તૈયાર છે. અભિનેત્રીએ સૌ પ્રથમ માત્ર એક મિનીટનો વીડિયો  શેર કર્યો છે.  એમ મનાય છે કે આ તેનો ડેલી બ્લોગ હશે.પરિણિતીએ વીડિયોમાં કહ્યું છે કે,  તે હંમેશાથી પ્રાઇવેટ પર્સન રહી છે, પરંતુ તે સતત કેમેરા સામે રહેતી હોવાથી પબ્લિક પર્સન પણ છે. હું પહેલાથી કહેતી આવી છું કે મારી જિંદગીના એક જ ટકા વાત હું સોશિયલ મીડિયા પર શેર કરું છું.  અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું  હવે મારા જીવનમાં અવનવું કરતી હોઉં છું. હું ગાંડાની જેમ સાહસિક કામ કરું છું. હું સ્કૂબા ડાઇવિંગ કરું છું, વાંચન કરું અન ે મોટા ભાગના સમયે ગાતી રહું છું. મારા જીવનનો મોટા ભાગનો સમય સ્ટૂડિયોમાં જ પસાર થાય છે. હવે મને મારી મનપસંદ રીતે જીવવું છે. તેથીજ મેં મારી યૂ ટયૂબ ચેનલ  ચાલુ કરવાનું પસંદ કર્યું છે.