શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ડૉન 3 કરવા તૈયાર થયો પણ મૂકી એક શરત

January 17, 2026

ફરહાન અખ્તરની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'ડોન 3' ને લઈને છેલ્લા ઘણા સમયથી અવનવી અટકળો ચાલી રહી છે. અગાઉ શાહરૂખ ખાનના સ્થાને રણવીર સિંહ નવો 'ડોન' બનશે તેવી જાહેરાત થઈ હતી, પરંતુ હવે બોલિવૂડમાં એવી ચર્ચા છે કે મેકર્સ ફરી એકવાર અસલી ડોન એટલે કે શાહરૂખ ખાન પાસે પહોંચ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, કિંગ ખાન 'ડોન 3'માં વાપસી કરવા તૈયાર છે, પણ તેણે એક મોટી શરત મૂકી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ ખાને તેના આઇકોનિક રોલ માટે હા પાડી છે, પરંતુ તેણે ફરહાન અખ્તર સામે શરત મૂકી છે કે આ ફિલ્મમાં 'જવાન'ના ડાયરેક્ટર એટલી(Atlee)ને પણ સામેલ કરવામાં આવે. શાહરૂખનું માનવું છે કે જો એટલી આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનશે, તો ફિલ્મનું સ્કેલ અને પ્રેક્ષકોમાં ઉત્તેજના અનેકગણી વધી જશે.