બાબા બાગેશ્વરના દરબાર માટે પાસ ફરજિયાત

May 23, 2023

અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તૈયારી શરૂ થઇ છે. જેમાં બાબા માટે રૂપિયા 50 લાખનો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં સુરક્ષા વધારાઈ છે. તેમજ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

ડોમથી લઈ સ્ટેજ સુધીના કામ પુરજોશમાં શરૂ છે. તેમજ પાસ સિસ્ટમથી મુલાકાતીઓને ડોમમાં પ્રવેશ અપાશે. જેમાં બાબાના દિવ્ય દરબારમાં પાસ વિતરણ કરાશે. તેમાં 27, 28 મેના રોજ સવારે 9 વાગ્યાથી પાસ વિતરણ કરાશે. તેમજ પાસ માટે મોબાઈલ નંબર, એડ્રેસ આપવું જરુરી છે. ચાણક્યપુરી ગ્રાઉન્ડની કેપેસિટી સવા લાખની છે. જેમાં VVIP માટે અલગથી પાસની વ્યવસ્થા કરાઈ છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી ચાણક્યપુરીના બંગલામાં રોકાશે. દરબારમાં વધુ ભીડ ન થાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

1 હજારથી વધુ સ્વયં સેવકો રહેશે પોલીસ સાથે સેવામાં રહેશે. ફાયર સેફટી, પોલીસ બંદોબસ્ત, પાસ સિસ્ટમ, મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા, સ્વયં સેવકો સહિતની અયોજકોની તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં વિના મૂલ્યે પાસનું વિતરણ કરાશે. જેમાં બે દિવસ બાબા અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં રોકાશે.