પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે

April 18, 2024

અમરેલી  : કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામ નવમીની રજા બાદ આજે ગુરૂવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા તેમજ કોંગ્રેસમાં જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરશે. તો પાટણના ચંદનજીએ ફોર્મ ભર્યું હતું. સી આર પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં સી આર પાટીલની રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા 12.39 નો વિજય મુરત ચૂકી ગયા હોવાથી આજરોજ સી આર પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા એ આજે રદ કરવામાં આવ્યો