PM મોદી અને શેખ હસીનાએ 'ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન'નું લોકાર્પણ કર્યું
March 18, 2023

આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધોના એક નવો અધ્યાય કહ્યું હતું. તેમણે કહ્યું કે,સપ્ટેમ્બર 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો અને મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું હતું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે.
વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન શેખ હસીનાના સક્ષમ નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશે અસાધારણ અને નોંધપાત્ર પ્રગતિની દિશામાં કુચ્છ કરી છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે અને અમને આનંદ છે કે અમે બાંગ્લાદેશની આ વિકાસ યાત્રામાં યોગદાન આપી શક્યા છીએ. મને વિશ્વાસ છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે અને બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ બની રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે અમે ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે આ પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે.
Related Articles
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને મળશે રૂ.10 લાખ, રકમ વધારવા આપી મંજૂરી
રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ...
Mar 24, 2023
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 31 માર્ચે ચુકાદો
મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 3...
Mar 24, 2023
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું- રાહુલ ગાંધી
હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમ...
Mar 24, 2023
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ બોલ્યો હત્યારાનું નામ, પરિવારને મળ્યો ન્યાય
આગ્રામાં નવ વર્ષ જુના કેસમાં પાલતુ પોપટ...
Mar 24, 2023
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, 5 એપ્રિલે સુનાવણી
ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની...
Mar 24, 2023
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટબંધી ન કરી હોત:'તેમને ઊંઘ નથી આવતી, તેથી તેઓ ગુસ્સે રહે છે
કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટ...
Mar 24, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023