દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ 'પોસ્ટરવોર

March 22, 2023

દિલ્હી  : દિલ્હી પોલીસે આખા શહેરમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટર લગાવવાના કેસમાં 100 FIR નોંધવામાં આવી છે, જેના પર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. ત્યાં જ આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી બહાર આવતી એક વેનમાં પણ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના અમુક વિસ્તારોમાં 'મોદી હટાઓ દેશ બચાવો' લખાણવાળાં પોસ્ટર લાગ્યાં હતાં. આ પોસ્ટરોમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો હતી નહીં. આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પપ્પુ મહેતા નામની વ્યક્તિને પોસ્ટર લગાવતી વખતે પકડી લીધો હતો. પપ્પુ પાસે પોસ્ટરનાં 38 બંડલ મળ્યાં હતાં.