'PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી', બિહારમાં PM મોદીનું મોટું નિવેદન
August 22, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. જ્યાં ગયામાં તેમણે 12,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યુ હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરતાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા નેતા-મંત્રીઓની ધરપકડના બિલ વિશે આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, અમે એવો કડક કાયદો બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ, જેનો આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ પક્ષો વિરોધ કરી રહ્યા છે. તેઓ ગુસ્સામાં છે, ન જાણે તેમને શેનો ભય છે. જેણે પાપ કર્યા હોય છે, તે પોતાના પાપ છુપાવે છે. પરંતુ અંદરથી જાણતો હોય છે કે, શું રમત રમાઈ છે. આ આરજેડી અને કોંગ્રેસના અનેક નેતાઓ જામીન પર બહાર છે. તો ઘણા કોર્ટના ધક્કા ખાઈ રહ્યાછે. જે જામીન પર બહાર ફરી રહ્યા છે, તે કાયદાનો વિરોધ કરે છે. તેમને લાગે છે કે, જેલમાં ગયા તો તમામ સપના ચકનાચૂર થઈ જશે. આથી સવાર-સાંજ આ લોકો મોદીને જાત-ભાતની ગાળો આપે છે. તેઓ એટલી હદે ગભરાઈ ગયા છે કે, જનહિતના કાયદાનો વિરોધ કરી રહ્યા છે. રાજેન્દ્રબાબુ અને બાબા સાહેબે ક્યારેય વિચાર્યું ન હતું કે, સત્તાના ભૂખ્યા લોકો ભ્રષ્ટાચાર કરશે. જેલમાં જઈને પણ શાસન કરશે. હવે ભ્રષ્ટાચારી જેલમાં પણ જશે અને ખુરશી પણ જશે. દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો સંકલ્પ દેશવાસીઓનો છે.
વધુમાં મોદીએ કહ્યું કે, બંધારણ દરેક જનપ્રતિનિધિ પાસે પ્રમાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે. અમે બંધારણની મર્યાદાનો લાભ લેતાં જોઈ શકીશુ નહીં. આથી એનડીએ સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક એવો કાયદો લઈ આવી છે કે,જેમાં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. પીએમ હોય કે સીએમ કે પછી મંત્રી, ધરપકડના 30 દિવસની અંદર જામીન ન મળ્યા તો 31માં દિવસે તેમણે ખુરશી છોડવી પડશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે, આજે વડાપ્રધાને રાજ્યભરમાં વીજળી, માર્ગ અને શહેરી વિકાસ સાથે જોડાયેલી 12 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો છે. તેમણે બે ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી છે. આ યોજનાઓ પાછળ રૂ. 12000 કરોડથી વધુનો ખર્ચ થશે.
Related Articles
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ...
Sep 12, 2025
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ
ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા...
Sep 11, 2025
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ,...
Sep 11, 2025
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્ટ રાખવાનો નિર્દેશ આપ્યો
યોગીએ સમગ્ર સરહદ પર 24 કલાક પોલીસને એલર્...
Sep 10, 2025
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો
પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,9...
Sep 10, 2025
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શ...
Sep 09, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025