મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
November 10, 2025
અમદાવાદ : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે, ત્યારે બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાની જાણકારી મળતાની સાથે ભારત પર્વ એકતા નગર, નર્મદા ખાતે આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના કાર્યકમ છોડીને તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે.
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026