Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની તીવ્રતાથી ધરા ધ્રુજી

March 29, 2025

મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટરશોક આવી રહ્યા છે. 24 જ કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરા ધ્રુજી, જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. આજે આવેલા તીવ્રતા 5.1 નોંધાઈ. લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા. 

ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. અમેરિકાની જિયોલોજીકલ સર્વે એજન્સી USGSનો તો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે. જોકે હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 

ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી રહી. મ્યાનમારમાં સેનાએ ઈમરજન્સીની જાહેરાત કરી છે તથા દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની સેનાના જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તથા સંભવ તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે. ભારતીય વાયુસેના ગઇકાલ રાત્રિથી જ મ્યાનમારમાં રાહત સામગ્ર પહોંચાડી રહી છે. ભારતે મ્યાનમારની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે કે હેઠળ આવશ્ય દવાઓ, સોલર કેમ્પ, જનરેટર, સ્લીપિંગ બેગ અને ટેન્ટ જેવા સામાન મોકલવામાં આવી રહ્યા છે.