પુષ્પા 2 : પુષ્પા કા ઉસૂલ, કરને કા વસૂલ', ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

November 18, 2024

મેકર્સે  17 નવેમ્બર, રવિવારે 'પુષ્પા 2: ધ રૂલ'ના ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરીને ધૂમ મચાવી છે. અલ્લુ અર્જુન લાલ ચંદનના દાણચોરીના રોલમાં જોવા મળશે, જ્યારે રશ્મિકા મંદાના તેની પત્ની તરીકે જોવા મળશે.

'પુષ્પા 2'નું વિસ્ફોટક ટ્રેલર હિન્દીમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. 2:48 મિનિટના આ ટ્રેલરમાં ઘણો ડ્રામા, સસ્પેન્સ-થ્રિલર, એક્શન, પાવરફુલ ડાયલોગ્સ, રોમાન્સ અને ભારતીય સંસ્કૃતિને ખૂબ જ શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. અલ્લુ અર્જુનનો ડાયલોગ્સ, 'જો મેરે હક કા પૈસા હૈ... ચાર આના હો યા આઠ આના, વો સાતવેં આસમાન પર હો યા સાત સમુદ્ર પાર... પુષ્પા કા ઉસૂલ, કરને કા વસૂલ...' ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

'પુષ્પાઃ ધ રાઈઝ'માં વિલનનો રોલ કરીને નાના પડદા પર ધૂમ મચાવનાર ફહદ ફૈસીલ આ વખતે પોતાની ડેશિંગ સ્ટાઈલથી સિનેમામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. 'પુષ્પા 2'ના ટ્રેલરમાં અલ્લુ અર્જુન અને વિલન વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. આ ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ ફરી એકવાર બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા જઈ રહી છે. 'પુષ્પા નામ સુન કે ફાયર સમજે ક્યાં, ફાયર નહીં, વાઈલ્ડ ફાયર હૂં, થી લઈને'પુષ્પા એ અઢી અક્ષરનું નામ નથી, તે એક ઈન્ટરનેશનલ બ્રાન્ડ છે બ્રાન્ડ... જે આગ લગાડી દેશે.' આ શાનદાર ડાયલોગ્સ સાંભળ્યા પછી ફેન્સ ખુશ થઈ ગયા છે.