પુષ્પા-2'ના ગીત 'કિસિક' સોંગને યૂ-ટયૂબ ઉપર 1. 11 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા

November 27, 2024

ઉઅંટાવા'એ દેશભરમાં હેડલાઇન્સ બનાવી હતી ત્યારે 'કિસિક' ગીત રિલીઝ થતાં જ ચાહકો તેના દીવાના થઈ ગયા હતા. પરંતુ ગીતના બોલ અને અવાજથી નિરાશ થયેલા ચાહકો તેની આકરી ટીકા કરી રહ્યા છે.

ફિલ્મ પર સવાલ ઉઠાવતા એક યૂઝરે લખ્યું છે કે, એક ગીતથી આખી ફિલ્મ બગાડવી ન જોઈએ. એવું બીજું કોઈ ગીત મળ્યું નથી જે તેને મૂકે. એક યૂઝરે લખ્યું, હે ભગવાન, તેમને શું થઈ ગયું છે, તેઓએ આ ગીત કેમ બનાવ્યું, આ બકવાસ સિવાય કોઈ સામાન્ય ગીત મળ્યું નથી. ટ્રોલિંગ છતાં 'પુષ્પા-2' ના લિરિકલ હિન્દી ગીત 'કિસીક'ને T-Series ની યૂ-ટયૂબ ચેનલ પર 1 કરોડ 11 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીત ચોથા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.