'બધા ભારતીયોને તગેડી મૂકો નહીંતર...', અમેરિકન પત્રકારે ઝેર ઓક્યું, ડરામણી ભવિષ્યવાણી કરી

December 27, 2025

અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ફેલાવતા તત્ત્વો વધુ સક્રિય બન્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને હડકંપ મચાવ્યો છે. તેમે દાવો કર્યો છે કે વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે.

અહેવાલો અનુસાર, મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત તેની ચરમસીમાએ હશે. ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો હિંસક હુમલાઓનું નિશાન બનશે. આ હુમલાઓ શ્વેત અમેરિકનો નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકો અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. ભારતીયોના જીવ બચાવવા માટે તેણે અત્યારે જ 'દેશનિકાલ' (Deport) કરીને ભારત મોકલી દેવા જોઈએ. જોકે, વિવાદ પછી તેણે આ પોસ્ટ ડિલિટ કરી હતી.