રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ટુકડે-ટુકડે ગેંગના લોકો સામેલ થયા- ભાજપ

January 30, 2023

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે આકરી પ્રતિક્રિયા આપી
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે જો કોંગ્રેસ લાલ ચોક પર તિરંગો લહેરાવવામાં સક્ષમ છે તો તે મોદી સરકારમાં જ શક્ય છે


નવી દિલ્હી- ભારત જોડો યાત્રાની આજે કાશ્મીરમાં પૂર્ણાહુતી થઈ છે. કોંગ્રેસ આ યાત્રાને સફળ કહી રહી છે, તો બીજી તરફ યાત્રાને લઈને ભાજપે કોંગ્રેસ પક્ષ પર જોરદાર પ્રહારો શરૂ કરી દીધા છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરી ટીપ્પણીઓ શરૂ કરી દીધી છે.

ભાજપે કહ્યું કે, જો કોંગ્રેસ લાલ ચોક પર તિરંગો ફરકાવી શકી છે તો આ મોદી સરકારમાં જ સંભવ છે.
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, રાજકીય રીતે પ્રેરિત ભારત જોડો યાત્રા કેરળમાંથી શરૂ થઈ હતી, જ્યાં કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા હતા. આ નેતાઓએ રસ્તા પર બીફ પાર્ટી કરી હતી, ત્યારબાદ પાદરી જ્યોર્જ પુનિયા યાત્રામાં જોડાયા.

પુનિયાએ કહ્યું કે, તેઓ ભારતીય ભૂમિને અપવિત્ર માને છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, રાહુલ ગાંધી તમિલનાડુમાં એસપી ઉદય કુમારને મળ્યા, જેમણે તમિલ અલગતાવાદનું નિવેદન પણ આપી ચુક્યા છે. ભાજપના નેતાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રાના કાયમી સહયોગી કન્હૈયા કુમાર હતા, જે ટુકડે-ટુકડે ગેંગ સાથે સંબંધ ધરાવે છે.