રાજ્યના 220 તાલુકામાં વરસાદ, સુરતના અંબિકામાં 20, તાપીના ડોલવણમાં 15.75, નવસારીના વાંસદામાં 14 ઇંચ વરસાદ
July 31, 2026
સુરત : ચોમાસાની આ ઋતુમાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વરસાદી આંકડા અનુસાર, 31 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમજ તાપીના ડોલવણમાં 15 ઇંચ, નવસારીના વાંસદામાં 14 ઇંચ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.
રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે 31 જુલાઈએ સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તાપીના ડોલવણ અને નવસારીના વાંસદામાં 14-14 ઇંચથી વધુ અને ભરૂચના નેત્રંગમાં 12.52 ઇંચ, વલસાડના ધરમપુરમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ સવારના સમયે આફતનો વરસાદ વરસ્યો હતો. ખેડાના વાસો તાલુકામાં 12.52 ઇંચ, નડિયાદ તાલુકામાં 10.94 ઇંચ, ડાંગના સુબીરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓ તથા નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમોને સજ્જ રાખવામાં આવી છે અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
Related Articles
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, શટલ રિક્ષાઓ યથાવત દોડી
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડ...
Aug 05, 2026
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી...
Aug 04, 2026
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રાજ્યમાં ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નહીં
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રા...
Aug 03, 2026
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવ...
Aug 02, 2026
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસ્યા: મધરાત્રે 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યુ
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમા...
Aug 01, 2026
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો, ભાવ 94 રૂપિયા પર; 2026માં 8મી વખત ભાવવધારો
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્...
Aug 01, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026