રાજ્યમાં આગામી બે દિવસ સાૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

October 03, 2023

રાજ્યમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી છે. અને રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો એહસાસ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડમાં આગાહી કરી છે. સાથે દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં પણ મેઘો વરસવાની શક્યતા છે.

બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની સંભાવના છે. તથા રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે વરસાદ ગાજવીજ સાથે પડશે. જેમાં બે દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભેજનું પ્રમાણ રહેતા વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેશે.