રાજકોટે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, તેનું ઋણ હું ક્યારેય ન ચૂકવી શકુઃ મોદી

November 28, 2022

રાજકોટઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સહિત પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ સીટો પર આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ પહેલાં રાજકોટમાં પોતાના ગઢ સાચવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા સંબોધવા માટે પહોંચી ગયા છે. રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની ચૂંટણી સભા છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલીતાણા, અંજાર અને ત્યારબાદ જામનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યાં આ મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી સૌરાષ્ટ્, કચ્છ અને ગુજરાતની જનતા લડી રહી છે. લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે.