ભારતીય વાયુસેનાના MiG-29 ફાઈટર જેટમાં લગાવાશે Rampage મિસાઈલ
November 10, 2023

MiG-29માં ઈઝરાયલી મિસાઈલ રેમ્પેજ લગાવવાની યોજના
મિસાઈલ રેમ્પેજ હવાથી જમીન પર એટેક કરનારું સ્ટેન્ડઑફ વેપન
દિલ્હી- ભારતીય વાયુસેના પોતાના લડાકૂ વિમાન MiG-29માં ઈઝરાયલી મિસાઈલ રેમ્પેજ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. આ હવાથી જમીન પર એટેક કરનારું સ્ટેન્ડઑફ વેપન છે. આ પહેલા ઈન્ડિયન નેવીના મિગ-29ના ફાઈટર જેટ્સમાં તેને લગાવવામાં આવ્યું હતું. આ મિસાઈલો વાયુસેના અને નેવી માટે ખુબ જ ફાયદાકારક અને દુશ્મન માટે ઘાતક સાબિત થાય છે.
આ મિસાઈલ માટે ગોવાના ચિકાલિમમાં નવી ટેસ્ટિંગ ફેસિલિટી પણ બનાવાઈ ચૂકી છે. રેમ્પેજ એક લાંબા અંતરની હવાથી જમીન પર હુમલો કરવાની પ્રેસાઈઝ સુપરસોનિક મિસાઈલ છે. આ મિસાઈલ 15 ફૂટ લાંબી છે. જેનું વજન 570 kg છે. આ GPS ગાઈડેડ મિસાઈલ છે જે ઈરાનના S-400 ડિફેન્સ સિસ્ટમને જવાબ આપવા માટે બનાવવામાં આવી હતી.
રેમ્પેજ મિસાઈલને રડાર પકડી લે છે પરંતુ તેની ગતિ એટલી વધારે છે કે, તેને ઇન્ટરસેપ્ટ નથી કરી શકાતી. એટલે દુશ્મન ઈચ્છે તો પણ તેને પોતાના ઈન્ટરસેપ્ટર મિસાઈલથી તોડી ન શકે.
રેમ્પેજ મિસાઈલનો ફાયદો ભારતને એવી રીતે મળશે કે તેઓ પોતાના ફાઈટર જેટથી બોર્ડરને પારથી દુશ્મનના કોમ્યુનિકેશન એન્ડ કમાન્ડ સેન્ટર, એરફોર્સ બેઝ, મેન્ટેનન્સ સેન્ટર કે કોઈપણ રીતે બિલ્ડિંગને તોડી શકે છે.
આ મિસાઈલને ઈઝરાયલના એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે બનાવી છે. કંપનીના અનુસાર, આ મિસાઈલ કોઈ પણ હવામાનમાં દુશ્મન પર હુમલો કરી શકે છે. આ કોઈપણ હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં વધુ સમય નથી લગાવતી. એક વખતમાં કોઈ પણ ફાઈટર જેટ પર ચાર મિસાઈલ લગાવી શકાય છે.
Related Articles
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમંત્રી KCRની હાર, રેવંત રેડ્ડી પણ હાર્યા
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમ...
Dec 03, 2023
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર...
Dec 03, 2023
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે',- મોદી
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્...
Dec 03, 2023
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ...
Dec 03, 2023
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ...
Dec 03, 2023
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી મા...
Dec 03, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023