રણવીર સિંહ, આદિત્ય ધર પહોંચ્યા ગોલ્ડન ટેમ્પલ, ફિલ્મના શૂટિંગ પહેલા લીધા આર્શીવાદ

November 25, 2024

એક્ટર રણવીર સિંહ અને નિર્દેશક આદિત્ય ધર એકસાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. રણવીર સિંહની ફિલ્મનું શૂટિંગ આ શહેરમાં થવાનું છે. શૂટિંગ પહેલા તેને આદિત્ય ધર સાથે ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક્ટર રણવીર સિંહે આદિત્ય ધર સાથે ગોલ્ડન ટેમ્પલ પ્રાર્થના કરી હતી. એક્ટરની આગામી ફિલ્મનું શૂટિંગ અમૃતસરમાં થવાનું છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેવા માંગતો હતો. આ ફિલ્મનું શૂટિંગ બેંગકોકમાં કરવામાં આવ્યું છે. બીજા ભાગનું શૂટિંગ અમૃતસરમાં થશે.