ફરી છવાયો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, શુભમન ગિલે સદી ફટકારી બનાવ્યો મહારેકૉર્ડ, સચિન-કોહલીના આ ક્લબમાં એન્ટ્રી

September 21, 2024

બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્યાના 'પ્રિન્સ' શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંતે પણ 109 રનની શાનવદાર ઈનિંગ રમી હતી. એક સમયે જ્યારે ભારતે 67ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ગિલ અને પંતે ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. શુભમન ગિલની આ ટેસ્ટ ક્રિકેટમાં બેક ટુ બેક સદી છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરીઝની છેલ્લી ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી. ગિલે પોતાની આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો આંકડો પણ પાર કરી લીધો છે. શુભમન ગિલની વર્ષ 2024માં આ ત્રીજી ટેસ્ટ સદી છે. તે આ વર્ષે ક્રિકેટમાં સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આ વર્ષે 2-2 ટેસ્ટ સદી ફટકારી છે.