ઈરાનને અનેક દેશો ન્યુક્લિયર હથિયાર આપવા તૈયાર, રશિયાના નેતાના દાવાથી સનસનાટી
June 22, 2025
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાના ઈઝરાયલ સમર્થન બાદ ઈરાનના સમર્થનમાં અનેક દેશો ઉતર્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ અહેવાલો વચ્ચે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે.
મેદવેદેવે જણાવ્યું હતું કે, આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ શરૂ કરનારા પ્રમુખ બન્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા રવિવારે બપોરે મોસ્કો જવા રવાના થયા છે. અરાઘચી મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના હુમલા બાદ મેદવેદેવે ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું કે, શાંતિનો દાવો કરી સત્તામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને મીડલ ઈસ્ટના યુદ્ધમાં ધકેલી દીધું છે. તેઓએ પરમાણુ મથકો પર હુમલો તો કરાવ્યો પણ ઈરાનની સાઈટ્સ પર નહિંવત્ત નુકસાન થયુ છે. ટ્રમ્પને પડકારતાં મેદવેદેવે આગળ કહ્યું હતું કે, ન્યૂક્લિયર મટિરિયલનું એનરિચમેન્ટ ચાલુ રહેશે. પરમાણુ હથિયારોનું ઉત્પાદન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. જો કે, મેદવેદેવે દેશોના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
અરાઘચીએ ઈસ્તાંબુલમાં ઈસ્લામિક સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા ઈરાનનો મિત્ર છે. અમે હંમેશા એક-બીજાની સલાહ લઈએ છીએ. હું આજે બપોરે મોસ્કો જઈ રહ્યો છું. આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે ગંભીર ચર્ચા કરીશ. એકબાજુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી અને હવે ઈરાનને સમર્થન આપવા રશિયા દખલગીરી કરશે તો વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ થવાની ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026