દિલ્હીમાં બ્લાસ્ટને પગલે લાલ કિલ્લો બંધ, ઘટના પહેલાના CCTV સામે આવ્યા, ઈઝરાયલથી આવ્યું નિવેદન
November 11, 2025
દિલ્હી : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં આઠ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બીજીતરફ I-20 કાર માલિકીની અટકાયત કરવામાં આવી છે.
ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે જયું તેનાથી હચમચી ગયા છીએ. આશા છે કે ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના. સુરક્ષાદળ અને બચાવ ટીમે સારું કામ કર્યું.
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટી કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે.
દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ્ય નીતિ નિયમો ઘડવા બાર કાઉન્સિલને સુપ્રીમનો આદેશ
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ...
Jul 03, 2026
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ સરહદે એલર્ટ જાહેર
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ...
Jul 03, 2026
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR સુધી પહોંચ્યો મામલો
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR...
Jul 03, 2026
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબાદ જેવી નારેબાજી કરવા સામે વાંધો શું? બોમ્બે હાઈકોર્ટ
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબા...
Jul 03, 2026
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઇ ઍલર્ટ
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસ...
Jul 02, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026