સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ, જળ સ્તર વધતા ફલ્ડ ગેટ બંધ કરાયા

September 18, 2023

સુરત શહેરમાં તાપી નદીના પાણી ભરાયા છે. જેમાં કાદરશાની નાલમાં નદીના પાણી ભરાયા છે. એક તરફ મેટ્રોની કામગીરી બીજી તરફ પાણી પાણી જોવા મળ્યુ છે. જેમાં નદીનું જળ સ્તર વધતા ફલ્ડ ગેટ બંધ કરાયા છે. તથા ફલ્ડ ગેટ બંધ થતા પાણી બેક મારી રહ્યું છે.

સુર્ય પુત્રી તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જેમાં શહેરમાં પાણી ભરાયા છે. ત્યારે ફલ્ડ ગેટ બંધ કરવા તંત્ર મજબૂર બન્યું છે. તેમાં કાદરશાની નાલમાં પાણી ભરાયા છે. ત્યારે કાદરશાની નાલ વિસ્તાર નીચાણવાળામાં વિસ્તારોમાં આવે છે.

એક તરફ મેટ્રોની કામગીરી બીજી તરફ હવે આ તાપી નદીનું પાણી શહેરીજનોને મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. જેમાં સુર્ય પુત્રી તાપી નદીનું સ્તર વધ્યું છે. સુરતના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો હતો. ડેમમાં ઉકાઈ ડેમમાંથી 1. 93 લાખ ક્યુસેક પાણી છોડાતા ડેમ 9 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો હતો. ડેમમાં પાણીના નવા નીર આવ્યા છે.

જિલ્લામાં વરસાદી માહોલ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો હતો. ઉકાઈ ડેમમાંથી હાલ 1.93 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં કાકરાપાર ડેમ છલકાયો હતો. ઉકાઈ ડેમમાં 1.98 લાખ ક્યુસેક આઉટ ફ્લો છે.જ્યારે 4.98 લાખ ઇન ફ્લો છે.