ફરી હાર્દિકના છુટાછેડાની અફવા ચર્ચાના ચગડોળે ચઢી, આ ઈવેન્ટમાં ભાઈ-ભાભી સાથે દેખાયો પણ નતાશા ગુમ!

July 06, 2024

ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શુક્રવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સામેલ થયો. આ દરમિયાન તે ભાઈ કૃણાલ પંડ્યા, ભાભી પંખુડી અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની સાથે નજર આવ્યો. તેના સેરેમનીમાં એકલા જવાથી એક વાર ફરી પત્ની નતાશાની સાથે તેના ડિવોર્સની અફવાઓની ચર્ચા થવા લાગી છે. આઈપીએલ બાદ આ પહેલી વખત છે જ્યારે હાર્દિક પંડ્યા કોઈ ઈવેન્ટમાં નજર આવ્યો છે. શુક્રવારે હાર્દિક પંડ્યા બ્લેક કલરનો કુર્તો અને જેકેટ પહેરીને સંગીત સેરેમનીમાં પહોંચ્યો. તે ખૂબ ખુશ અને ડેશિંગ નજર આવી રહ્યો હતો. તેના ચહેરા પર વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખુશી સ્પષ્ટ નજર આવી રહી હતી. હાર્દિકે પહેલા એકલા તસવીર ખેંચાવી, બાદમાં પરિવારને બોલાવ્યો. જેમાં ભાઈ કૃણાલ પંડ્યા, ભાભી પંખુડી અને બેટ્સમેન ઈશાન કિશન સામેલ થયાં. તેમની સાથે તસવીર ખેંચાવી જોકે હાર્દિક પંડ્યાની ફેમિલી ફોટોમાં નતાશા નજર આવી નહીં. અનંત અને રાધિકાની સંગીત સેરેમનીમાં હાર્દિક પંડ્યાના એકલા પહોંચ્યા બાદ એકવાર ફરી નતાશા અને હાર્દિકના છુટાછેડાની અફવા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે હાર્દિકે એક રીતે પોતાના ડિવોર્સની અફવાઓને સાચી સાબિત કરી દીધી. આ પહેલા અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં નતાશા હાર્દિકની સાથે નજર આવતી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતના ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ દેશવાસીઓએ ટીમને જીતની શુભકામનાઓ આપી. ભારતના વર્લ્ડ કપ જીત્યા બાદ નતાશાએ કોઈ સ્ટોરી કે પોસ્ટ પણ શેર કરી નથી. એટલું જ નહીં હાર્દિક પંડ્યાના ઘરે શાનદાર વેલકમ કરવામાં આવ્યું. ત્યાં પણ હાર્દિક પોતાના પુત્ર અને પરિવારની સાથે નજર આવ્યો પરંતુ નતાશા જોવા મળી નહોતી.