રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો, મંગળવારે શરૂઆતી કારોબારમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં ખુલ્યા
May 05, 2026
ભારતીય શેરબજારમાં આજે મંગળવારે ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડ્યા હતા. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જનો સેન્સેક્સ 165 પોઈન્ટના ઘટાડા સાથે 77,103 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 66 પોઈન્ટ ઘટીને 24,052 પર ખૂલ્યો હતો. બજારની નબળાઈની સાથે ભારતીય રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો 0.23% ઘટીને 95.31 પર ખુલ્યો હતો, જે ચિંતાનો વિષય બન્યો છે.
બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સની 30 મુખ્ય કંપનીઓમાંથી માત્ર 7 કંપનીઓના શેર જ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા હતા, જ્યારે અન્ય 23 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આવી જ સ્થિતિ નિફ્ટી-50 માં પણ જોવા મળી હતી, જ્યાં 50 કંપનીઓમાંથી માત્ર 5 કંપનીઓના શેર વધારા સાથે ખૂલ્યા હતા અને બાકીની 45 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. રોકાણકારોની સાવચેતી વચ્ચે બજારમાં મંગળવારની સવાર નબળી રહી હતી.
Related Articles
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટી, સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે, ક્રૂડ ઓઇલ 110$ને પાર
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાથી સેન્સ...
May 20, 2026
બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે આંતરિક સુરક્ષા મજબૂત કરવા બંગાળના 7 નેશનલ હાઇવે પર હવે કેન્દ્રનો કંટ્રોલ રહેશે
બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે આંતરિક સુરક્...
May 18, 2026
ગુજરાતમાં બનશે 'સુપર ચિપ્સ'! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ
ગુજરાતમાં બનશે 'સુપર ચિપ્સ'! નેધરલેન્ડ્સ...
May 17, 2026
અમેરિકામાં ભારતીય કંપનીઓની બોલબાલા 1.71 લાખ કરોડના નિવેશ સાથે ઇતિહાસ રચ્યો
અમેરિકામાં ભારતીય કંપનીઓની બોલબાલા 1.71...
May 09, 2026
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્...
May 09, 2026
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
Trending NEWS
25 May, 2026
23 May, 2026