સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
August 22, 2026
મળતી માહિતી અનુસાર, દશામા વ્રતના વિસર્જન નિમિત્તે મહેસાણાથી ચાર યુવકોનો સંઘ સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા આવ્યો હતો. શ્રદ્ધાપૂર્વક મૂર્તિ વિસર્જિત કર્યા બાદ ચારેય યુવકો નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન પાણીના ઊંડાણ અને પ્રવાહનો યોગ્ય અંદાજ ન રહેતાં બે યુવાનો નદીના ઊંડા પાણીમાં ખેંચાઈને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નદી કિનારે હાજર સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્વરિત જાણ કરવામાં આવતાં ઈડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર ફાઈટરની ટીમો બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં કલાકો સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહમત બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. મૃતક યુવાનોની ઓળખ 18 વર્ષીય નવદીપ રાવત અને 18 વર્ષીય રાજવીર ઠાકોર તરીકે થઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જાદર પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક સપ્તેશ્વર નદી કિનારે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતક યુવાનોના મૃતદેહોનો કબ્જો મેળવી પંચનામું કરી આગળની કાર્યવાહી અર્થે પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. બે યુવાન દીકરાઓના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં કાળો કળકળાટ અને ભારે આક્રંદ છવાઈ ગયો છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026