Breaking News :
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો નવી ઔદ્યોગિક નીતિમાં અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનશે, રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ અને વિશેષ લાભો મળશે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર પીકઅપ વાહને રિવર્સ મારતાં ગમખ્વાર અકસ્માત, પત્ની અને બાળકોની સામે જ પતિ કારમાં જીવતો ભૂંજાયો પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લંઘન, અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતાં 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના મોત ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઈલ 110$ ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે

May 20, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ એક વાર યુદ્ધ ભડકવાની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં મોટાપાયે ઇંધણના સંકટની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ત્યારે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી અનેક દેશોની અર્થવ્યવસ્થા સામે પણ મોટા પડકારો ઊભા થઇ રહ્યા છે. જેના લીધે કરન્સીની વેલ્યૂ ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે. આ સૌની વચ્ચે આજે શેરબજાર ખુલતાં જ તેમાં કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બીજી બાજુ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો બોલાયો હતો જ્યારે ડૉલર સામે રૂપિયાએ નવી બોટમ બનાવી છે. 

આજે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સમાં 671 પોઇન્ટનો કુલ કડાકો બોલાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે આજે 23397.30 ના લેવલ સુધી તૂટ્યો હતો. આજે નિફ્ટીમાં કુલ 221 પોઇન્ટ જેટલો કડાકો બોલાયો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં બંનેમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ હાલમાં 74972 તો નિફ્ટી હાલમાં 23556ના લેવલે ટ્રેડ થઇ રહ્યા છે. 

જો સોના-ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં કુલ 3269 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનામાં 1121 રૂપિયા ઘટાડો નોંધાયો હતો. બંને કિંમતી ધાતુઓ હાલમાં સાઈડ વેમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં 160000ની સપાટીથી નીચે છે. જ્યારે ચાંદી 270000ની આસપાસ ટ્રેડ થઇ રહી છે. 

બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ઉછાળાની સ્થિતિ યથાવત્ દેખાઈ રહી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઈલ 110$ ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે. તેમાં ઘટાડાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટ્રમ્પની ઈરાન પર હુમલાઓની ધમકીઓ વચ્ચે હજુ પણ ક્રૂડ ઓઈલમાં મોટા ઉછાળો આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.