શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે ફલેટ લીધો

December 04, 2024

મુંબઇ : શ્રદ્ધા કપૂરે  મુંબઈના  જુહુના દરિયા કિનારા પાસે એક વૈભવી ફલેટ ભાડે લીધો છે. ૩૮૨૮ ચોરસ ફૂટના ફલેટ માટે મહિને છ લાખ રુપિયા ભાડું નક્કી થયું છે. શ્રદ્ધાએ આખાં વર્ષના ૭૨ લાખ રુપિયા સામટા જ ચૂકવી દીધા છે. આ ફલેટ સાથે અભિનેત્રીને ચાર કાર પાર્કિંગની સુવિધા પણ મળી છે. શ્રદ્ધાએ આ ઉપરાંત ૩૬ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચુકવી છે. આ ફલેટનો ભાડાં કરાર ૧૬ ઓકટોબરના રોજ થયો હતો.અગાઉ અહેવાલો હતા કે શ્રદ્ધા હૃતિક રોશનનો ફલેટ ભાડે લેવાનો છે. એ જ બિલ્ડિંગમાં અક્ષય કુમાર પણ રહે છે. આમ અક્ષય અને શ્રદ્ધા પડોશી બનવાનાં હતાં.