શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો... ભારતના ચાર દિગ્ગજ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ
July 04, 2025

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય સુકાની શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. તેણે મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારી છે. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં શુભમન ગિલે 387 બોલમાં 30 ફોર અને ત્રણ સિક્સ સાથે 269 રન નોંધાવ્યા છે. ટોંગુની બોલિંગમાં ગિલ કેચઆઉટ થયો છે. ગિલે મેચના પ્રથમ દિવસે જ સદી ફટકારી હતી, ત્યારે હવે તેણે બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. જ્યારે શુભમન ગિલે 200 રન નોંધાવ્યા ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 472 રન હતો. આ સાથે ગિલે વિરાટ કોહલી, સુનિલ ગાવસ્કાર, મોહમ્મદ અઝરુદ્દીન અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ પણ તોડ્યો છે. આ ઉપરાંત શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન પણ બની ગયો છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 587 રન નોંધાવી ઈંગ્લેન્ડ સામે વિશાળ સ્કોર ઉભો કર્યો છે.
શુભમન ગિલે ઈતિહાસ રચ્યો
શુભમન ગિલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકાર પહેલો ભારતીય સુકાની બન્યો છે. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. પ્રથમ દિવસની રમતમાં ગિલે સદી ફટકારી હતી. તેણે 199 બોલમાં 11 ફોરની મદદથી સદી ફટકારી પોતાના ટેસ્ટ કેરિયરની સાતમી સદી ફટકારી હતી. તેણે સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ગિલે 227 બોલમાં 19 ફોર અને એક સિક્સની મદદથી 147 રન નોંધાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાની ફિફ્ટી, ગિલ-જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી
બીજા દિવસની રમતમાં ભારતીય ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા પણ છવાયો હતો. તેણે 137 બોલમાં 10 ફોર અને એક સિક્સ સાથે 89 રન નોંધાવ્યા હતા. શુભમન ગિલ અને જાડેજા વચ્ચે 203 રન ભાગીદારી નોંધાઈ હતી. એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ-11માં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણનો સમાવેશ કરાયો છે, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીરનો સમાવેશ કરાયો છે.
ગિલે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
- ગિલ ઈંગ્લેન્ડમાં કોઈપણ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારના પ્રથમ ભારતીય સુકાની બન્યો છે. આ પહેલા કોઈપણ ભારતીય સુકાની આવુ કારનામુ કરી શક્યો નથી. આ પહેલા મોહમ્મદ અઝરુદ્દીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 1990-ઓગસ્ટમાં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં 179 રન નોંધાવ્યા હતા.
- ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર ગિલ ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. ગિલ પહેલા સુનીલ ગાવસ્કાર અને રાહુલ દ્રવિડ બેવડી સદી ફટકારી ચુક્યા છે.
- ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 2016માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ નોર્થસાઉન્ટ ટેસ્ટમાં 200 રન કર્યા હતા.
- ગિલે 222 રન નોંધાવતાની સાથે જ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. ગાવસ્કરે 1979માં ઓવલ ટેસ્ટમાં 221 રન કર્યા હતા.
ટેસ્ટ મેચમાં સુકાની તરીકે બેવડી સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓ
વિરાટ કોહલીએ તેની ટેસ્ટ કેરિયરમાં સુકાની તરીકે કુલ સાત બેવડી સદી ફટકારી છે. જ્યારે મંસૂર અલી ખાન પટોડી, સુનીલ ગાવસ્કાર, સચિન તેંડુલકર, એમ.એસ.ધોની, શુભમન ગિલે એક-એક બેવડી સદી ફટકારી ચુક્યા છે.
ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે બેવડી સદી
- 7- વિરાટ કોહલી
- 1- મન્સૂર અલી ખાન પટૌડી, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, એમએસ ધોની, શુભમન ગિલ
કેપ્ટન તરીકે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય (ટેસ્ટ)
- 23 વર્ષ અને 39 દિવસ - મન્સૂર અલી ખાન પટૌડી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, દિલ્હી, 1964
- 25 વર્ષ અને 298 દિવસ - શુભમન ગિલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એજબેસ્ટન, 2025
- 26 વર્ષ અને 189 દિવસ - સચિન તેંડુલકર વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 1999
- 27 વર્ષ અને 260 દિવસ - વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, નોર્થ સાઉન્ડ, 2016
ભારતીય ટીમ 587 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમ ટેસ્ટ મેચના બીજા દિવસે 587 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલે 87 રન, કે.એલ.રાહુલે બે રન, કરુણ નાયરે 31 રન, શુભમન ગિલે 269 રન, રિષભ પંતે 25 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 1 રન, રવિન્દ્ર જાડેજાએ 89, વોશિંગ્ટન સુંદરે 42 રન, આકાશ દીપે 6 રન, મોહમ્મદ સિરાજે 8 રન, પ્રસિદ્ધ ક્રિશ્નાએ અણનમ 5 રન નોંધાવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બસીરે 3 વિકેટ, ક્રિશ વોક્સ અને જોશ ટંગે 2-2- વિકેટ, બ્રાયડન કાર્સ, બેન સ્ટોક અને જો રૂટે 1-1 વિકેટ ઝડપી છે.
Related Articles
'હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ...', છૂટાછેડા બાદ પણ ચહલનું સન્માન કરતી હોવાનો ધનશ્રીનો દાવો
'હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ...',...
Sep 09, 2025
આજથી એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પહેલી મેચ
આજથી એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ, અફ...
Sep 09, 2025
ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ
ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજય...
Sep 08, 2025
Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન બન્યું ભારત, સાઉથ કોરિયાને 4-1થી હરાવી વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય
Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન...
Sep 08, 2025
વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી, BCCIના નિર્ણયને કારણે થયો વિવાદ
વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર...
Sep 03, 2025
‘રાહુલ દ્રવિડને જાણીજોઈને હટાવાયો’, એબી ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
‘રાહુલ દ્રવિડને જાણીજોઈને હટાવાયો’, એબી...
Sep 02, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025